LRD GROUND LIST - Gujarat Career Club

Gujarat Career Club for Government job, competitive exam etc

Thursday, 25 November 2021

LRD GROUND LIST

 લોકરક્ષક દળની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સરકારી નોકરી મેળવવા માટે રાજ્યના લાખો ઉમેદવારો શહેરો-ગામડાંમાં દિવસ-રાત તૈયારીમાં લાગી ગયા છે. LRDની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક્સ ઉમેદવારોને મળશે. છેલ્લા મેરિટમાં આ માર્ક્સ ખૂબ ઉપયોગી સાબિત થવાના હોઈ ઉમેદવારો મેદાનમાં આકરો પરસેવો પાડી રહ્યા છે. જોકે ઘણી જગ્યાએ ઉમેદવારો પાસે દોડની પ્રેક્ટિસ માટે મેદાનનો અભાવ હોવાના કારણે તકલીફ પડી રહી છે. એવામાં ગુજરાત પોલીસ આવા ઉમેદવારોની મદદે આગળ આવી છે.

ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલ દ્વારા રોજે રોજ ટ્વીટ કરીને આવા મેદાનો વિશે માહિતી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 17 જિલ્લાઓમાં આ પ્રકારે પોલીસ તથા સ્થાનિકો દ્વારા ઉમેદવારો માટે મેદાનો ફાળવાયા છે. લોકરક્ષક દળની ભરતી માટે 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. આ કસોટીને હવે ગણતરીના દિવસે બાકી હોવાથી ઉમેદવારોએ ટાર્ગેટ કરતા બમણું દોડવાનું શરૂ કરી દીધું છે, જેથી પ્રેક્ટિકલ પરીક્ષામાં કોઈ ચૂક ન રહી જાય.

101 મેદાનોમાં ઉમેદવારો પ્રેક્ટિસ કરી રહ્યા છે
​​​​​​
રાજ્યના દેવભૂમિ દ્વારકા, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, જામનગર, ભરૂચ, સુરત, ભાવનગર તથા કચ્છ જિલ્લામાં પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મેદાનો ફાળવાયા છે. જ્યાં જઈને ઉમેદવારો દોડની પ્રેક્ટિસ કરી શકે છે. આ તમામ જિલ્લાઓમાં આશરે 101 જેટલા મેદાનો ઉમેદવારોને અપાયા છે, જેમાં પોલીસ હેડ ક્વાર્ટરના મેદાન, ગૌશાળાના મેદાન, ખેતર, હાઈસ્કૂલના મેદાનો શામેલ છે.

આ જિલ્લાઓમાં પણ મેદાનો ફાળવાયા

  • કચ્છ જિલ્લામાં ભુજના પોલીસ મુખ્ય મથક, લાલન કોલેજ તથા જખૌમાં પોલીસ ભરતીની તાલીમ શરૂ કરવામાં આવી છે.
  • ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લા પોલીસ મુખ્ય મથક, યુનિવર્સિટી મેદાન, સોનગઢ, મહુવા તથા તળાજા ખાતે પોલીસ ભરતી માટેની તાલીમ શરૂ કરાઈ છે.
  • છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મુખ્ય મથક ખાતે પોલીસ ભરતીના 1000 ઉમેદવારોને શારીરિક તથા લેખિત પરીક્ષા માટેની તૈયારી કરાવવામાં આવી રહી છે.
  • ભરૂચ લોકરક્ષક ભરતીની દોડની તૈયારી માટે ઉમેદવારોને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં SRP ગ્રુપનાં મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સુરત સુરતના કામરેજ પાસેના વાવમાં પણ SRP ગ્રુપનાં મેદાનો ઉમેદવારોને ઉપલબ્ધ કરાવાયાં છે.

દોડના માર્ક્સની મેરિટમાં ગણતરી થશે
પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.


Post Top Ad